જીંદગી

જીંદગી…જીવન….એવો વિષય કે હવે પછીની બધી કવિતાઓ આના પર લખવાનું નક્કી કરું તો પણ સરળતાથી લખી શકાય . બધાના માટે જુદો જુદો વિષય પણ કોઈને ખાલી મીઠો સ્વાદ અને કોઈને ખાલી તીખો કે ખાટો સ્વાદ એવું નહીં . બધા માટે ખાટી મીઠી વાની . થોડો સ્વાદ ઓછો વત્તો હોય . એજ વિષય પર આ નાનકડી કવિતા છે . જે વાંચીને થોડું ઉંડું હસવાનું છે . કંઈ દુઃખ લગાડવાનું નથી કે કોઈ નિર્ણય પર આવી જવાનું નથી . જે છે એ માપસર અને સરસ છે . ચાલો જોઈએ….

જીંદગી

ધાર્યો-અણધાર્યો , જોઈતો-વણજોઈતો મુકામ જીંદગી..
સારું સઘળું મારા બાપ નું , નરસા માં નીત્યે બદનામ જીંદગી…

ક્યારેક સૌરભ સારતુ , સપનાઓનુ ફુલ જીંદગી..
ક્યારેક લોહી પાડતું , અણીયાળુ શુળ જીંદગી..

મારી હોવા છતાં , મારા પ્રત્યે સાવ નિષ્પક્ષપાતી જીંદગી..
ક્યારેક સ્થિર સરોવર , ને ક્યારેક દરિયો થાતી જીંદગી..

ક્યારેક સાવ સરળ , ન્યારી , નવી અને નીહાલ જીંદગી..
ક્યારેક વિચારતો જ રહું , સળગતો સવાલ જીંદગી..

ક્યારેક કુદરતી કરામાત જેવી , બહુ હરિયાળ જીંદગી..
ક્યારેક વળી ઝાંખરા ઝાંખરા , સાવ અંતરયાળ જીંદગી..

ક્યારેક હૈયાની હામ , હરખની હળવી હાશ જીંદગી..
ક્યારેક બહુ દોડાવતી , હાંફી ગયેલા શ્વાસ જીંદગી…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top