આપણો દેશ તહેવારોનો દેશ છે . દિવાળીનું સ્થાન એ તહેવારોમાં બહું આગળ છે . પરંતુ દિવાળી પોતાની સાથે ઘણી બધી જરૂરતો અને માંગણીઓ લાવે છે . બાળકને કોઈ વસ્તુ મળે ન મળે થોડા ઓછાં વધુમાં ચલાવી લેવું આ બધા પાઠ મધ્યમવર્ગીય બાળક દિવાળીમાં શીખે છે . એમાં પણ બાળકને કોઈ બીજા ગરીબ બાળક પાસે ફટાકડા કે કપડાં નથી એવું નજરમાં આવી ગયું અને અનાયાસ જ એનાથી એ ગરીબ બાળક માટે પ્રાર્થના થઈ ગઈ . તો દિવાળી સફળ થઈ જાય . આ કરુણા છે જે કદાચ શીખવી ન શકાય એ તો સ્ફુરે જ . બીજા માટે વીચારવાના દ્રષ્ટિકોણથી જ આ કવિતા લખાય છે…જે તમે વાંચશો….

નજીક છે દિવાળી ને ધમધમતી છે બજાર…
દર વખતે ની જેમ એક બજાર ને સપના હજાર…
કોઈને વસ્તુ વેચીને દિવાળી કરવી, કોઈને ખરીદીને..
મુનો માંગે ફટાકડા ને નવું ફરાક જોઈએ દીદી ને…
માન્યુ રંગોળી ના રંગોથી રંગીન થઈ છે દિવાળી..
મધ્યમવર્ગી મોભી જાણે સાથે છે એક ચૌદશ કાળી..
એ જાણે ખર્ચા અનેક ને ખીચ્ચુ માત્ર એક છે..
પણ શું કરે? ઘર ને હસતું રાખવાની ટેક છે…
જે કંઈ સમજવાનુ એ એને સમજવાનુ છે..
આ ખર્ચા ટાળી શકે , એવું ક્યાં કોઈ બહાનું છે..
એક અલગ દિવાળી ફુટપાથ પર પણ થાય છે..
જોઈએ એમના ભાગે કેટલી મીઠાઈ જાય છે?
ફુટ્યા નથી જે ફટાકડા , કોઈ એ વિણવા આવે છે..
નવા કપડાં તમારા , કંઈ મળવાની આશા જન્માવે છે..
એટલીજ ખુશી એમની , પેટ ભરી ખાવાનો લાગ મળશે…
ખુશ છે લોકો , તેમની ખુશી નો થોડો ભાગ મળશે…
સમજ્યા ?, ખાલી મીઠી નહી કડવી પણ છે દિવાળી…
બધે જ હસતી નથી , ક્યાંક રડતી પણ છે દિવાળી..
હે ઈશ્વર કોઈને ખુશ કરી , ખુશ થાતાં શીખવી દે…
તહેવાર દીધા છે , તો કોઈ માટે ઉજવવાની અમીરી દે…
Wordings….I like it. Keep it up brother.
Thanks😇😇🙏🏻🙏🏻
Beautifully penned down. Bovaj saras che! 🤩
Thanks🙏🏻😇🙏🏻
દિવાળી ને જોવાનો નવો જ દૃષ્ટિકોણ….
Superb…..