યુવાની…

આખાયે જીવનકાળમાં સૌથી વધુ થનગનાટ ને ઉત્સાહની ઉમર એટલે યુવાની . થોડા સમયમાં ઘણું બધું જીવી લેવાનો ઉત્સાહ . કંઈ કરી છુટવાનો અને પરિવર્તનનો પવન . સારું-ખરાબ અથવા સાચું-ખોટું વિચારવામાં દિલ કે દિમાગને તસદી ન આપતી ઉમર . જે સામું આવે તે અજમાવી લેવાની ઉમર . કોઈ વૃધ્ધ ને પુછો તો આ ઉમર વીશે વધુ જાણવા મળે પણ આ ઉમર કોઈને કંઈ ખાસ પુછતી નથી . એટલે આ કવિતામાં યુવાનીના લક્ષણો શું હોય છે તેના પર ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે . આ ઉમર શું શું ભુલ કરાવી શકે એ પણ લખવા પ્રયત્ન કર્યો છે . બાકી તો યુવાની પોતાના નિર્ણયો જાતે જ લે છે . પણ થોડું સમજી કે સાંભળી લેવામાં નુકસાન નથી…..

અનુભવની ઉમર સમજમાં ન સમજે…
નવા શોખની ઉમર સુખમાં ન સમજે…

દોડવાની ઉમર ધીરજમાં ન સમજે…
કરી લેવાની ઉમર વાતમાં ન સમજે…

અંજાયેલી ઉમર ઠંડકમાં ન સમજે…
ઉડવાની ઉમર બંધનમાં ન સમજે…

દેખાડવાની ઉમર સાદગીમાં ન સમજે…
ખાઈ લેવાની ઉમર માંદગીમાં ન સમજે…

સામા ઉતરની ઉમર સવાલમાં ન સમજે…
ઉતાવળની ઉમર ખ્યાલમાં ન સમજે…

વિરોધની ઉમર કોઈ વાતમાં ન સમજે…
રાતની આ ઉમર પ્રભાતમાં ન સમજે….

1 thought on “યુવાની…”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top