ગિરનાર

છેલ્લે ગિરનાર શિખરની લીધેલી મુલાકાત પરથી આ કવિતા લખી છે . ખરેખર ગિરનાર ખાલી ફરવાનું નહીં યાત્રાનું સ્થળ છે . એક એક પત્થરે પત્થરે એક એક વાત છે . ખરેખર કોઈ જાણકાર સાથે હોય તો અને તો જ આ દિવ્ય ભુમિના મહત્વ નો અંદાજો આવી શકે તેમ છે . ત્યાં સુધી એક સરળ ઉપાય એ છે કે બુદ્ધિને બાજુ પર મુકી આ ભુમિની દિવ્યતાને સ્વિકારી હૈયું રેડીને નમન કરવા . ગુરુદત્તજી ની ટેકરી પર અને માડી અંબામાંના ખોળે તો આપણે શ્રદ્ધાથી મસ્તક મુકીએ જ છીએ . હવે જાવ ત્યારે નેમિનાથજીના દેરાસર જઈને પણ પુરા હ્રદયથી માથું મૂકીને દર્શન કરજો . ભોળા સરળ માણસને ભક્તિ માટે ઈતિહાસ જાણવાની પણ કંઈ ખાસ જરૂર હોતી નથી પણ જો જાણવા મળે તો પ્રેમથી સાંભળજો અથવા વાંચજો તો ભક્તિ દીપશે….હવે વાંચો આ કવિતા…

હરેક શિખર નથી હોતા સર કરવાના શિખર….
હોય છે અમુક શિખર દર્શન કરવાના શિખર….

પ્રેમભર હૈયું નીચોવી નમન કરવાના શિખર…
પગથિયે પગથિયે છે વંદન કરવાના શિખર…

ગિરનાર જેવા અજોડ ભક્તિગાથાના શિખર…
કષ્ટ પડે તોયે , છે જે શિતળ શાતાના શિખર…

છોરુને મન માવતર જેવા અંબા માતાના શિખર…
કોઈ સંત , શૂરા , જોગી ને કોઈ દાતા ના શિખર…

નેમિનાથજી તણા દુર્લભ-દિવ્ય દેરાસરના શિખર…
અતુલ્ય અજોડ ને અદભુત અવસરના શિખર…

અંતિમ પ્રયાણના , મોક્ષ મહા નિર્વાણના શિખર…
છોડાવનારા ને છૂટનારા બેઉના પ્રમાણના શિખર…

ગુરુદત્ત તણી ટેકરીએ છે જે ભક્તિના શિખર…
ચુંદડી , કંકુ ને માવડી આધ્યશક્તિના શિખર…

કુદરતે માણસને આપેલી સ્વિકૃતી ના શિખર…
વિનય-વિવેકથી રહો , છે આ પ્રકૃતિના શિખર…

નથી હોતા હરેકને સુલભ ગિરનારના શિખર…
સાષ્ટાંગ દંડવત અને ઉરના આભારના શિખર…

3 thoughts on “ગિરનાર”

  1. અમે પણ ગયા અઠવાડિયે દર્શન કર્યા.
    ખૂબ આનંદ, શાંતિ થઈ…

    આશ્ચર્ય સભર, અગોચર, ધાર્મિક, પવિત્ર…. એવા અવનવા ગુણો ધારણ કરનાર ગઢ ગિરનાર ને નમન….

    અને આવા ગિરનાર ને કવિતા માં સુંદર રીતે આપે દર્શાવી છે….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top