બનીશ

નાનપણથી ચાલતો આવતો પ્રશ્ન એટલે “શું બનશું ? ” ડોક્ટર , ઈજનેર , વકીલ…. ખરેખર શું બનવા જેવું છે ? એ સમજતા ઘણો સમય લાગી જાય છે . ખરેખર શું બનવા જેવું છે , શું બનવાના ભાવ થાય છે એના પર આ કવિતા લખેલી…

પડવાનું મુકદર છે જેનું , કોણે કીધું એ ઈમારત બનીશ..?
જાય છે સૌથી ઉપર , એ અમર ઈબાદત બનીશ…

ધૂંધળી થવાની છે જે , કોણે કીધું એ તસવીર બનીશ?
કાયમ ચમકતી રહે જે , હું મારી જ તકદીર બનીશ…

રોજ મંજીલ ને ઝંખે છે જે , કોણે કીધું એ મુસાફીર બનીશ…?
પોતાના મા મસ્ત રહે જે , હું પોતે એ મેહફીલ બનીશ

પોતાના જીવવા માત્ર નુ કારણ છે જે , કોણે કીધું શ્વાસ બનીશ?
કોઈ ગરીબ ની આંતરડી ઠરતા નીકળે જે , એ હાશ બનીશ….

કાળે કાળે કટાય છે જે , કોણે કીધું એ વ્રુદ્ધ બનીશ…?
અવસ્થાઓ થી અળગો છે જે , એવો હું બુદ્ધ બનીશ…

4 thoughts on “બનીશ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top