સંવત્સરી વખતે નવા વર્ષની શુભકામના કે પછી હેપ્પી બર્થડે ની જેમ દરેકને કહેવાતો શબ્દ એટલે મિચ્છામિ દુક્કડમ . પણ ખરેખર આ શબ્દ કેટલો વિશાળ હોય શકે એનો અંદાજ લગાવીને જો કોઈને મિચ્છામિ દુક્કડમ કહીએ તો કેવું સારું નહીં..? આ શબ્દના ઉંડાણને સમજવા લખાયેલી કવિતા…તો કહું મિચ્છામિ દુક્કડમ…
મહીં રંજ રહે નહીં રજ માત્ર તો કહું મિચ્છામિ દુક્કડમ…
ક્ષમા સહુને હું ભૂલ ને પાત્ર તો કહું મિચ્છામિ દુક્કડમ…
સામા મહીં જોઈ શકું ઈશ્વર તો કહું મિચ્છામિ દુક્કડમ…
છુટવા માંગું હર બંધન નશ્વર તો કહું મિચ્છામિ દુક્કડમ…
ચાલવા માંગું મારગ મહાવીર તો કહું મિચ્છામિ દુક્કડમ…
ક્ષમા આપી થઈ શકું શુરવીર તો કહું મિચ્છામિ દુક્કડમ…
ભૂલ હર સ્વિકારવાની તૈયારી હો તો કહું મિચ્છામિ દુક્કડમ…
જો અંતિમ મોક્ષની આ સવારી હો તો કહું મિચ્છામિ દુક્કડમ…
પ્રત્યક્ષ પ્રત્યે ખુદથી વિશેષ પ્રિતી હો તો કહું મિચ્છામિ દુક્કડમ…
જગથી જુદી વીતરાગોની રીતી હો તો કહું મિચ્છામિ દુક્કડમ…
જો આ જાતથી હવે જુદાપણુ હો તો કહું મિચ્છામિ દુક્કડમ…
જો માફી સિવાય કોઈ ન માંગણુ હો તો કહું મિચ્છામિ દુક્કડમ…

અદ્ભુત, બહુ જ સરસ કવિતા…
આપના આવા નવનીત લેખનની રાહ જોઈએ છીએ….
Thanks🙏🏻😇🙏🏻