મિડલ ક્લાસ માણસ….એક એવો વિષય જેના પર ગમે ત્યારે લખી શકાય . સાવ હાથવગો અને સામાન્ય વિષય એના જેવો જ . હ્રદય નિચોવી આંસુ કાઢી લે એવો વિષય એના જેવો જ . જ્યારે વિચારો ત્યારે આંખો સામે સંઘર્ષ જ આવ્યા કરે . તમે પણ મિડલ ક્લાસ માણસ હોય તો એક અલગજ મૌન અનુભવાય અને માંડ માંડ આવતું નાનું પણ કુવાઓથી પણ ઉંડુ સ્મિત . તો વાંચો મિડલ ક્લાસ માણસ પર આ કવિતા…
એ મિડલ ક્લાસ માણસ છે ipo ભરે છે…
ટુંકા સપનાઓ માટે લાંબી fdઓ કરે છે…
બે-ત્રણ ખાતા છે એકાદનો પીન યાદ નથી…
ધક્કા થી વધુ નસીબમાં બીજો સ્વાદ નથી…
રાતથી સવાર , સવારથી રાત રમકડાં જેવું છે…
ઓછું ખરીદે ને વધુ વિચારે કે એને શું લેવું છે…
Emi ના ભરોસે આવડું મોટું સાહસ કીધું છે…
પેટ્રોલના ખર્ચાથી બીતા બીતા બાઈક લીધું છે…
એવું કંઈ નથી કે એને પોતાની ખૂબ ફિકર છે…
હેલમેટે કીધું ચાર રસ્તે ફાટતી પાવતીનો ડર છે…
એને ખબર નથી એ શું કામ ચિડીયા ખાય છે…
કોઈ મળે તો ઠીક બાકી પડછાયાને ખીજાય છે…
કાલની લપમાં એ આજે અકળાયા કરે છે…
કાયમ અરીસાઓ સાથે અથડાયા કરે છે…
કંઈતો દરેક વર્ગ માટે સમાન હશે જેની ખોજ છે…
પણ આ અજાણ સફરમાં એને સંઘર્ષ રોજ છે…
Adbhut……
Khub Saras….👌👌
બે-ત્રણ ખાતા છે એકાદનો પીન યાદ નથી…
Aa line thi ky yad aavyu yuvrajbhai ?