poetic, sun, treetop-5015382.jpg

કવિતા

આમ તો આ માધ્યમ પર આ મારી પહેલી પોસ્ટ છે . અહીં તમને અને મને અવનવી કવિતાઓ મળશે . પહેલી કવિતા હું કવિતા પર જ મૂકું છું . જેથી તમે સમજી શકો કે કવિતાનું મહત્વ કોઈને મન કેટલું હોય શકે અને તમે એ પણ સમજી શકો કે અસંખ્ય કવિતાઓની દુનિયામાં હું કઈ રીતની કવિતાઓ લખું છું અને તમને મારા તરફથી અહીં શું મળશે . તો ચાલો જોઈએ કવિતા પર કવિતા…

કવિતા

આવ તને કવિતા લખતા શીખવાડુ..
આંસુ હોય જો હ્રદયે , કાગળમાં પાડુ..

તું કહે જો , શાહી થી રમતા શીખવાડુ..
કંગાલ ભલે હું , દેખાડું કલમનુ રજવાડું..

આવ સાથે વિચારો ના વનમાં આંટો મરાવુ..
લાગણીઓનો ધોધ પડે છે , તેમાં સ્નાન કરાવું..

આવડે છે , કોયલ સાથે ટહુકા માં વાત કરીએ..
બીવાનુ નહીં , સિંહ સામે ગર્જનાનો વાદ કરીએ..

મસ્તી કરવા જો રોકડા નથી તો ઉધાર કરીએ…
ભર બજારેે , વટથી શબ્દોનો વેપાર કરીએ..

ભુત , ભવિષ્ય , વર્તમાન , ત્રણેય કાળમાં ફરીએ..
આપણા ભાગના સુખથી બીજાના જામ ભરીએ..

આંખ જો અંજાય નહીં , શબ્દોમાં ઈશ્વર બતાડુ…
દિવો કરું કાગળમાં , ને બહાર પડે અજવાળું..

1 thought on “કવિતા”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top